STORYMIRROR

Kajal Henia

Others

3  

Kajal Henia

Others

અઢી કિલ્લોની સફર

અઢી કિલ્લોની સફર

1 min
505

ગળપણથી ઘડપણ સુધીની સફર,

જનમતાં જ ગોળ ચટાડી જીવનભર ગોળ ગોળ ફરવાની સફર.


મધ મીઠું બચપણને કંઈ ના સમજવાની બેફિકર સફર,

જવાબદારી અને સંબંધોને જાણવા માણવાની સફર.


એક પ્રોઢતાનો પગથિયું અને બધુ સર કરવાની સફર,

અહા, શ્રેષ્ઠતમ જીવતરનો સરવાળો એટલે વનપ્રવેશની સફર,


હવે કરેલા તમામ સારાનરસા કર્મ નાં નિચોડની સફર

ઓહ !પુર્ણાહુતી, અઢી કિલ્લોથી શરૂ થઈ,

પછી અઢી કિલ્લોએ વિરામ પામેલી સફર


Rate this content
Log in