STORYMIRROR

Chirag Padhya

Others

3  

Chirag Padhya

Others

અભિનય

અભિનય

1 min
17.6K


પહેલા તબક્કે જીવનમાં

કિરદાર શરૂ થઈ ગયો

મળ્યો જન્મ માનવ તણો

અભિનય શરૂ થઈ ગયો


પ્રથમ અભિનય નિભાવ્યો,

બની નાનકડા બાળ મેં

હસતા -રડતા જિંદગીનો

કલરવ શરૂ થઈ ગયો


બીજો અનુભવ નિભાવ્યો

બની લાડકા પુત્ર મેં

આંગળી પકડી ચાલતા

પગરવ શરૂ થઈ ગયો


ત્રીજો અભિનય નિભાવ્યો

બની દોસ્ત યાર મેં

લડતા ઝઘડતા પ્રેમનો

શીલશીલો શરૂ થઈ ગયો


ચોથો અભિનય નિભાવ્યો

બની સાથી વફાદાર મેં

રુઠતા મનાવતા દુનિયાદારીનો

અનુભવ શરૂ થઈ ગયો


પાંચમો અભિનય નિભાવ્યો

બની પિતા યાદગાર મેં

બેટા-બેટી જોઈ નવા યુગનો

શુભારંભ શરૂ થઈ ગયો


છઢ્ઢો અભિનય નિભાવ્યો

બની વૃદ્ધ બેકાર મેં

જિંદગીની જીતેલી બાજીનો

પરાજય શરૂ થઈ ગયો


અંતિમ તબક્કે જીવનમાં

છોડી દીધો જ્યાં દેહ રે

જીવી જિંદગી અભિનય કરી

અભિનય પૂરો થઈ ગયો


સામગ્રીને રેટ આપો
લોગિન