STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

આવ્યું

આવ્યું

1 min
13.7K


એકાએક શબ્દોનું ઘોડાપૂર આવ્યું,

જાણે કે કોઈ ધબકતું ઉર આવ્યું.


અંતરે પાંગરી વસંત પૂરબહારમાં,

કોઈ ગ્રીષ્મ માટે થૈ ને ક્રુર આવ્યું.


ટપક -ટપકમાંથી ધબક- ધબક થયું,

રખેને શબ્દદેહે ઇશમંજૂર આવ્યું.


ના કલમની કે કવિની કોઈ કરામત,

કૃપાદ્રષ્ટિ પામીને એ જરુર આવ્યું.


સ્પંદન,ઝંકાર કે સ્ફુરણા શબ્દ પામી,

અક્ષર સ્વરુપે ઉરથીના દૂર આવ્યું.


Rate this content
Log in