આવ્યો ઉનાળો
આવ્યો ઉનાળો
1 min
328
ગયો શિયાળો આવ્યો ઉનાળો,
બળબળતી બપોરે હાલ્યો,
અંગ દઝાડતી લુ લાવ્યો ..
ગયો શિયાળો આવ્યો ઉનાળો,
બરફ, ગોળા, કુલ્ફી લાવ્યો,
આઇસક્રીમનો ચટકો લાવ્યો,
તરબૂચ –ટેટીના સ્વાદ લાવ્યો,
ઠંડા મીઠા શરબત લાવ્યો,
શિખંડ – પૂરી ના જમણ લાવ્યો,
આમ્રરસની લિજ્જત લાવ્યો,
ફર ફર કરતા પંખા લાવ્યો,
શીતળ પવનની લહેર લાવ્યો,
પરીક્ષાના થાક ઉતારવા,
નવા સત્રમાં તાજા થવા,
શાળામાં લાંબી છૂટ્ટી લાવ્યો,
પ્રવાસનો અવકાશ લાવ્યો,
ગયો શિયાળો આવ્યો ઉનાળો.
