Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આવ્યો ને ગયો

આવ્યો ને ગયો

1 min
448


આ દુનિયામાં જે જન્મ્યું છે,

એ આવ્યો ને ગયો છે,

ક્યાં કોઈ અમરપટો લાવ્યો છે,

ખાલી હાથ આવ્યો ખાલી હાથે ગયો છે.


દેહને નામ છે એ નાશક છે,

ક્યાં કોઈ સાથે કંઈ લઈ ગયો છે,

માણ્યુ ને જાણ્યું એટલું આપણું છે,

બાકી તો અહીનું અહીં રહી જાય છે.


ભાવના આ અજબ ખેલ ઈશ્વરના છે,

છતાંય મારું મારું કરી મરી જાય છે,

પાનખર પછી વસંત ઋતુ આવે છે,

તોયે ઘણાંને ક્યાં કંઈજ સમજાય છે.


આવરો જાવરો એ નિયતીક્રમ છે,

સઘળું છોડીને સૌએ ગંતવ્ય કર્યા છે,

આ દુનિયામાં જે જન્મ્યું છે,

એ આવ્યો ને ગયો છે.


Rate this content
Log in