આવ્યાં યમનાં તેડાં
આવ્યાં યમનાં તેડાં
ડોશીને મળવા યમરાજ આવ્યા આમંત્રણ પ્રભુનાં દેવાં રે,
હાલો ડોશી તેડા આવ્યા બ્રહ્માએ તમને તેડાવ્યા રે,
ડોશી મનમાં વિચાર કરે કે બાળપણ મેં ક્યાં ખોયું રે,
જુવાની માયામાં ખેલી ઘડપણ ક્યારે આવ્યું રે,
કાયા મારી વિખાઈ ગઈ ને ડોકી વાંકી ઝૂકી રે,
નથી કર્યા પૂજાને પાઠ નથી દાન કર્યા રે,
નથી ફરી તીર્થસ્થાનો નથી પુણ્ય કમાણી રે,
મોહમાયાની આંટીઘૂંટીમાં રોજેરોજ અટવાતી રે,
નિંદા કૂથલી કરીને હું તો મનમાં થાતી રાજી રે,
ક્યાંથી મળશે મોક્ષનો રસ્તો ક્યાંથી સ્વર્ગનો આરો રે,
વિચાર કરતાં કરતાં મનમાં ડોશી તો મુંઝાણી રે,
ક્યારનો છે આવીને ઉભો દેવદૂત મારી વાટે રે,
ભૂલો મારી મોડી સમજી મનમાં ખૂબ પછતાણી રે,
સમય મળ્યો તો સારો એવો ખોટો મેં બગાડયો રે,
જાતા જાતા શીખ આપું ભૂલો ના કરશો રે,
મળ્યું જીવન મોંઘું સૌને સાચું જીવી જાજો રે.
