આવ્યાં પંખીઓ
આવ્યાં પંખીઓ
મારા ખેતરમાં આવ્યાં પંખીઓ
રમતાં ને કરતાં એ કલશોર
કલબલાટ કરતાંને ચણતાં
એતો કરતાં ચારેકોર શોર,
વાડ પર બોલે ઓલુ તમરુ
તમ તમ બોલેને સૌને ગમતું
વરસાદની એ યાદ અપાવે
આખો દિવસ ઝાડ પર રમતું,
આંબા ડાળે બોલે કોયલડી
કુહૂ કુહૂ કરી ગીતો રે ગાતી
મંજરી ને કાચી કેરી રે ખાતી
આખી આંબાવાડીને મલકાવતી,
મંદિરનાં કાંગરે બોલે મોરલીયો
પાંખો ફેલાવીને લાગે રૂપાળો
ટેહૂક ટેહૂક કરતોને નાચતો
પીંછાથી લાગતો એ ન્યારો,
લીમડાની ડાળે બોલે બપૈયો
વરસાદની એ જોતો વાટડી
પીહૂ પીહૂ કરી વર્ષાને બોલાવે
પ્રિયતમાની ભીંજવે આંખડી.
