આવ્યા રામ તમે.
આવ્યા રામ તમે.
1 min
27.9K
મારા અંતરના ઉદગારને આવ્યા રામ તમે,
જાગ્યા હૈયે ભાવ અપારને આવ્યા રામ તમે.
નયન બન્યા વ્યાકુળ તમારાં દરશન કરવા,
લોચન વરસે અનરાધારને આવ્યા રામ તમે.
મનમંદિરે પૂનમ પ્રગટી શાંતા ઉરે વરતાતી,
છે રામનવમી તહેવારને આવ્યા રામ તમે.
વાણી બની ગૈ પંગુને ન સ્તુતિ કે નમસ્કાર,
જીહ્વાએ સ્વીકારી હારને આવ્યા રામ તમે.
લખન જાનકી સમેત પ્રભુ હનુમંત હારોહાર,
ચરન પ્રક્ષાલન અશ્રુધારને આવ્યા રામ તમે.
ન અવધવાસી ન ક્ષીરસાગર કે સાકેતવાસી,
પ્રગટ્યા મમ ઉર મોઝારને આવ્યા રામ તમે.
