STORYMIRROR

Chaitanya Joshi

Others

2.5  

Chaitanya Joshi

Others

આવતીકાલની આશાએ

આવતીકાલની આશાએ

1 min
27.7K


કાલે આરો આવશે એમ માની જિંદગી જીવી ગયા,

કિસ્મત કદીક ફરશે એમ માની જિંદગી જીવી ગયા.

કઠિન પ્રારબ્ધના દિવસો કરી સંઘર્ષને વીતાવી દીધા, 

દીકરાઓ ઊજાળશે એમ માની જિંદગી જીવી ગયા.

સમય સાથે મને પણ સામાધાન ઘણું બધું કરી લીધું, 

સમો કેટલો તાવશે? એમ માની જિંદગી જીવી ગયા.

હતું એક આશ્વાસન જબ્બર ઇશના ભરોસા તણું, 

ક્યારેક એ વરસશે એમ માની જિંદગી જીવી ગયા. 

અર્થની દોડધામમાં શરીરને ના સાચવી શક્યા આખરે,

નિવૃત્તિમાં સુધરશે એમ માની જિંદગી જીવી ગયા.


Rate this content
Log in