STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

આવશે ક્યારે ?

આવશે ક્યારે ?

1 min
13.6K


વ્યથા ભક્તોની હરનારો આવશે ક્યારે ?

ચીર દ્રોપદી તણાં પૂરનારો આવશે ક્યારે ?

પ્રતિક્ષાની પરમની પ્રતિપળ અકળાવતી, 

બોર શબરીનાં આરોગનારો આવશે ક્યારે ?

સૂકાયાં નૈનઅશ્રુઓ સ્તુતિ પ્રાર્થના કરીકરી, 

મામેરું કુંવર કેરું કરનારો આવશે ક્યારે ?

ભાર ધરાનો દિનપ્રતિદિન વધતો અવિરત, 

ગિરિ ગોવર્ધનને ધરનારો આવશે ક્યારે? 

છે સંકટમાં ધર્મને ભક્તોનાં પ્રાણ સુધ્ધાંએ, 

પ્રહલાદને અભય બક્ષનારો આવશે ક્યારે? 


Rate this content
Log in