STORYMIRROR

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

આવોને રઘુરાય.

આવોને રઘુરાય.

1 min
27.2K


ઉર આંગણિયે આસન બિછાવ્યાં આવોને રઘુરાય 

વળી નયન અશ્રુ સારી ઊભરાવ્યાં આવોને રઘુરાય .


પ્રતિક્ષા મારી ભવોભવની આજ અડીખમ રહેતી, 

અંતર રંગલાખવત્ હરિ મિલાવ્યાં આવોને રઘુરાય. 


શ્વાસ સરગમે તારું સ્મરણ નિત્ય સહજ હે રામ!

હૃદયના ધબકારે પ્રભુ મેં પોકાર્યા આવોને રઘુરાય. 


ઊંઘ બની વેરણ હરિવર વેદના વસમી વિજોગની, 

દર્શન કાજે નૈનનિમિષ થોભાવ્યા આવોને રઘુરાય. 


લાગે જગ નિસ્સાર છે તુજ આગમનની અણસાર,

ખમૈયા જુગજુગથી કેવા તડપાવ્યા આવોને રઘુરાય.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍