આવકારો
આવકારો
1 min
277
આપું આવકારો સ્નેહથી તુજને,
આવીશને મળવા તું મુજને હો શ્યામ,
નથી હું રાધા કે તુંં દોડીને આવે છતાં,
રેલાવા વાંસળીના સૂર આવીશને શ્યામ,
કરીશ નહીં ફરિયાદ મા યશોદાને,
ખાવા માખણિયા આવીશને હો શ્યામ,
નથી મહેલોની ઝાકમઝાળ અહીં,
ઝૂંપડીમાં મારી આવીશને હો શ્યામ,
નથી હાથી ઘોડા કે રાજસિંહાસન,
સાદડીમાં બેસતા ફાવશે હો શ્યામ,
આપું આવકારો સ્નેહથી તુંજને,
આવીશને મુજને મળવા હો શ્યામ.
