STORYMIRROR

Chaitanya Joshi

Others

4  

Chaitanya Joshi

Others

આવજે !

આવજે !

1 min
27.6K


શબ્દોનો ઉચ્ચાર બની આવજે.

અર્થોનો વિસ્તાર બની આવજે.


હશે તારે પણ મળવા તાલાવેલી,

નયને અશ્રુધાર બની આવજે.


વહેવાર ચાલે તાણાતાણી કરી,

આમજન તહેવાર બની આવજે.


ક્યાં કદીએ સંમુખ થયા આપણે ?

ખુદ મારી અણસાર બની આવજે.


તારા હોવાનો દ્રઢ ભરોસો મારે,

ભવરોગ ઉપચાર બની આવજે.


તૃષાતુર છું તવ દરશન અભિલાષે,

એક તું મારો આધાર બની આવજે.


હિસાબોનાં થોથાં મૂકી દે એકબાજુ,

નિર્મળ મન સ્વીકાર બની આવજે.


Rate this content
Log in