STORYMIRROR

Chaitanya Joshi

Others

3  

Chaitanya Joshi

Others

આવજે તું

આવજે તું

1 min
14.4K


આજે વસંત કરે પોકાર, આવજે તું, 

જાણે ઉજવતી તહેવાર, આવજે તું. 

વન ઉપવન બાગબગીચા હરખતા, 

સજીને એ સોળે સિંગાર, આવજે તું. 

વિહંગ કરીને કલરવ મીઠો મુસકાતાં,

રખે આપી રહ્યા આવકાર, આવજે તું. 

ઉન્નત ગિરિશૃંગ પરથી ધવલ વહેતાં, 

ઝરણાં છેડતાં રાગ બહાર, આવજે તું. 

ભાતભાતના જાતજાતના કુસુમો કેવાં ! 

સંભળાય ભ્રમરના ગુંજાર, આવજે તું. 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్