આવેગ
આવેગ
1 min
158
નફરત હું, પ્રેમ હું,
ઉંમરના આ પડાવમાં,
આવતો ને જાતો હું,
સાત આવેગથી ઓળખાતો હું,
જન્મ થતાં આવું હું,
મૃત્યુ થતાં જાવ હું,
વગર શરીરે, રહું શરીરમાં હું,
શરીરનો માલિક મન,
થાવ, માલિક મનનો હું,
શરીરથી મોટું મન,
રહી મનમાં, થાઉ 'મન'થી મોટો હું,
ઓળખાવ આવેગથી હું.
