આશાની અમીરી
આશાની અમીરી
અંધકારને ઉજાસની વાટ,
આ ચાંદને ચકોરની વાટ,
શિયાળે ઊની રોટલીની,
ને ઉનાળે કેરીના મીઠા રાસની વાટ.
ચોમાસે આ બાજરાનો રોટલોને ભડથું,
ખેડૂતો તો બસ વાદળના ગરજવાની વાટ,
દુઃખમાં સુખની શહેનાઈની વાટ,
ગરીબને થોડા રૂપિયાની વાટ.
સાહેબ આ 'રાહ' જોવાની પણ એક અલગ મઝા નથી ?
મા-બાપ સંતાનના સુખી-સંસારની રાહ જુવે,
એક પ્રેમી પોતાની પ્રેમિકાના,
આગમનની આતુરતાથી રાહ જુવે.
સાત-સમુન્દર પાર એક ભાઈ,
બહેનની રાખડીની રાહ જુવે,
કોને કહું હું કે આ 'ઇન્તઝાર'
પછીની જે 'રાહત' હોય ને!
અહાહા.....
દાઝ્યા પર કોઈએ મલાઈનો,
લેપ લગાડ્યો હોય ને એવું લાગે બસ.
