આરામદાયક
આરામદાયક
1 min
370
દિવસનો તડકો હટાવતી આવી રૂડી રાતડી,
આંખોને મીઠી નીંદર અપાવતી,
દિવસભરનાં કામ-કાજથી પરવારી,
રાત્રીનો અંધકાર ઢંઢોળે,
રાત્રીના ઠંડા ઠંડા વાયરાઓમાં,
લોકો ધાબળે ગરમી ફંફોળે,
પંખીઓ આવ્યા માળે ને ચામાચીડિયાને
ઝાડવાની ડાળથી ઉડાડતી,
કેડીએથી, શેરીએથી, ફળીયેથી, ઓરડેથી
દિવસનો હાહાકાર પચાવતા
ખાટલે ગાદલાં પાથરતા, પથારીઓ કરતા
લોકો આવી સીધા પોઢતા,
રાત્રી જુવો આ આવી રૂડી
બધો જ થાક ભૂલી-
આરામથી સુવાડતી......
