આપણા હાથમાં છે
આપણા હાથમાં છે
1 min
133
ખુશ રહેવું કે ખુશ ના રહેવું આપણા હાથમાં છે,
દુઃખી થવું કે દુઃખી ના થવું એ ખુદના હાથમાં છે,
જીવન સાચા રાહે લઈ જવું આપણા હાથમાં છે,
જીવન ખોટા માર્ગે લઈ જવું આપણા હાથમાં છે,
જીવનમાં સત્ય વદવું એ તો આપણા હાથમાં છે,
જીવનમાં જુઠું બોલવું એ તો આપણા હાથમાં છે,
જીવનમાં ધન સંઘરવું સદા આપણા હાથમાં છે,
જીવનમાં દાની બનવું સદૈવ આપણા હાથમાં છે,
જીવનમાં સત્યકર્મો આચરો આપણા હાથમાં છે,
જીવનમાં અધર્મનું આચરવું આપણા હાથમાં છે,
જીવનમાં જન્મનું ઉત્થાન એ આપણા હાથમાં છે,
જીવનમાં ખુદનાં અધઃપતન આપણા હાથમાં છે.
