STORYMIRROR

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

આંખમાં વાદળ લઇ ઉભા છીએ

આંખમાં વાદળ લઇ ઉભા છીએ

1 min
27.1K


આંખમાં વાદળ લઇ ઉભા છીએ,

એમનો કાગળ લઇ ઉભા છીએ.


શાંત ચિત્તે દોસ્ત, તારા શ્હેરમાં,

કેટલી ખળભળ લઇ ઉભા છીએ.


ત્યાગવું છે આ જગતને તોય પણ

મોહની સાંકળ લઇ ઉભા છીએ.


કોણ દુનિયાથી ભલા કાઢી શકે,

જ્યાં સુધી અંજળ લઇ ઉભા છીએ.


થાય છે કેરીની ઇચ્છા તે છતા

આપણે બાવળ લઇ ઉભા છીએ.


ભાગ્ય રુપી મોલને બસ પામવા

આપણે પણ હળ લઇ ઉભા છીએ.


સામગ્રીને રેટ આપો
લોગિન