આંગણમાં
આંગણમાં
1 min
14K
ભીના ટહુકા વેરાયા મારા આંગણમાં,
એના પડઘા ફેલાયા મારા આંગણમાં.
અધિરા મનના અરમાનો ઊઠ્યા મુજ નાચી,
આજે દલડાં ચોરાયા મારા આંગણમાં.
આંખોમાં ઊગ્યા લાખો સૂરજ એવા કે,
ઊના અશ્રુઓ રેલાયા મારા આંગણમાં.
બોલાયું નહિ કોઈનાથી કાંઈ તોયે,
મુક સંવાદો બોલાયા મારા આંગણમાં.
હેલી થઇ પ્રેમવર્ષાની આજે 'જશ' એવી,
ખુશીના રંગો ઢોળાયા મારા આંગણમાં
