STORYMIRROR

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others Classics

0  

આધ્યાત્મિક ભજન પ્રાર્થના

Others Classics

આખરે માગ્યું તમારી પાસ

આખરે માગ્યું તમારી પાસ

1 min
283


આખરે માગ્યું તમારી પાસ એવું શું !

નજીવી આશા લઈ બેસી રહ્યો છું હું ;

માગતો માણેક, મુક્તા, દ્રવ્ય ના, નિધિ ના,

માન કે સત્તા નહીં, સામ્રાજ્યનાં સ્વપ્નાં.

કામના સ્વર્ગીય સુખ કૈવલ્યની કે ના,

બ્રહ્મપદ ને ઈન્દ્ર પદવીની ના જ તમા;

તમારી બસ કામના, તૃષ્ણા હૃદયમાં આ,

છેક સાધારણ કરી છે માંગણી મેં હા,

ને કહો તે ભોગ દેવા કાજ છું તૈયાર,

લગાડો છો તોય શાને તમે હજુયે વાર ?

જે તમોને હૃદય દેવા સદાયે તૈયાર,

શીશ પર તેના ચલાવો શેં કરી તલવાર ?

મધુપ બનતાં મુખ કમલને માણવા ઈચ્છા,

રૂપરસમાં મગ્ન બનવા મધુ થવા ઈચ્છા ;

થયો ‘પાગલ’ એટલે, શાને લગાડો વાર ?

અન્ય ના આધાર, આવો વિરહની હો હાર !

- શ્રી યોગેશ્વરજી (કાવ્યસંગ્રહ 'આરતી' માંથી)


Rate this content
Log in