STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આજે શિક્ષક દિન

આજે શિક્ષક દિન

1 min
132


આજે શિક્ષક દિન છે,

વિધાર્થીઓમાં આનંદ અપાર છે,

સર્વ શિક્ષકોને અઢળક શુભેચ્છાઓ. 


પ્રથમ વંદન કરું માતપિતા ને,

સંસ્કાર આપ્યા અપાર છે,

બીજા વંદન ગુરૂ ચરણોમાં અર્પણ,

સન્માર્ગે વાળવા માર્ગદર્શન આપ્યું.


ત્રીજા વંદન સગાં સંબંધીઓને,

ડગલે ડગલે ખોડ કાઢી રે,

ચોથા વંદન મિત્રજનોને,

અવગુણો નજર અંદાજ કર્યા રે.


પાંચમા વંદન બાળકોને,

નિતનવી ટેક્નોલોજી શિખવાડી રે,

આશિર્વાદ લઈએ ચાલોને,

એવાં પંચમ પરમેશ્વર શિક્ષકોનાં.


વંદન કરીને ધન્ય બનીએ,

કેવો રૂડો અવસર મળ્યો છે,

ચારેકોર શિક્ષક દિન ઉજવાય છે,

શિક્ષક દિન મહોત્સવની,

ભવ્ય ઉજવણી આજે થાય છે.


એવાં મમતાળુ શિક્ષકો,

આશિર્વચન પાઠવે છે,

ભાવના શિક્ષક વગર સૌ અભણ છે.


આવો રૂડો અવસર માણીએ રે,

વિધાર્થીઓનો હરખ જોઈને,

શિક્ષકોનું હૈયું હરખે છે.


Rate this content
Log in