આજે પણ...
આજે પણ...
1 min
235
હું આજે પણ ! એની પહેલી નજરને
મારી યાદોમાં કેદ કરું છું,
ને એ આંંખોમાં આંખો પરોવીને કહે કે
હું એને નજરઅંદાજ કરું છું.
આજે પણ ! એની યાદોમાં જીવવાની
નવી રીત શોધું છું,
ને એ રસ્તો રોકીને કહે કે
હું નવી મંઝિલ શોધું છું.
આજે પણ ! એની યાદોમાં હું ઉજાગરો કરું છું,
ને એ મારી લાલ આંંખોને જોઈને કહે
કે હું નશો કરું છું.
