આજે છઠ્ઠો ઉપવાસ
આજે છઠ્ઠો ઉપવાસ
1 min
559
આજે છઠ્ઠો થયો ઉપવાસ રે,
આજે કાત્યાની મા રમતા રે.
આસો માસનું છઠ્ઠું નોરતું રે,
અનુષ્ઠાન થકી તેજ વધ્યાં રે.
ભક્તિથી દેવી પ્રસન્ન થાય રે,
એવાં દયાળુ કાત્યાયની મા રે.
ગરબો શિરે ધરી નિસર્યા રે લોલ,
અંબા, ચેહર, કાત્યાયની રે લોલ.
ભાવના એવાં ફળ મળતાં રે લોલ,
નવદુર્ગા અમી નજર રાખે રે લોલ.
નવલી રાતે દેવીનાં રથ નિકળે રે,
દુર્ગા દેવી ભક્તોનાં હૈયામાં રહે રે.
