STORYMIRROR

Mariyam Dhupli

Others

2  

Mariyam Dhupli

Others

આ શું થાય?

આ શું થાય?

1 min
13.8K


પાડોશીની ખબર નહીં ને
ચંદ્ર ઉપર પહોંચી જાય,

હિંચકા,ચકડોળ ને લપસણી છોડી
બાળપણ મોબાઈલમાં થંભી જાય !

'ઇન્ટરનેટ'ની જાળમાં ફસાયું છે યૌવન,
લાઇબ્રરીનો રસ્તો એ જો, તો કેવું ભૂલી જાય!

'હિપહોપ'નાં તાલે ઉછળે શરીરો,
'દોહા' ને 'છંદો' વિસરી જાય!

'બ્રાન્ડેડ'નાં મોહમાં ઠગાય પણ કેવા,
૨૦નું ૨૦૦માં પણ ચાલી જાય!

અંગ્રેજીમાં ગોખાયા બધાજ નામો,
માતૃભાષાને શબ્દકોષમાં શોધવા જાય!

પિઝા, બર્ગર, કેપેચીનોની 'ડિમાન્ડ' અહીં,
દાળ ભાત રોટલીની 'કિંમત' ઓછી થાય!

સંબંધો જ્યાં સસ્તાને 'ટેક્નોલોજી' મોંઘી થાય,
જાતે વહાવી ઉંધી ગંગા,
બેસીને સૌ પૂછે પછી, "આ શું થાય? આ શું થાય?"


Rate this content
Log in