આ જિંદગી
આ જિંદગી
ક્યારેક કડવી
તો ક્યારેક મીઠા જામ જેવી જિંદગી
ક્યારેક સૂરીલી નઝમ જેવી જિંદગી,
તો ક્યારેક સાત સુરો ની સરગમ જિંદગી
ક્યારેક ભરમ લાગે જિંદગી
તો ક્યારેક ઘાવ પરનો મરહમ લાગે જિંદગી
ક્યારેક સિતમ લાગે જિંદગી,
તો ક્યારેક બંધ કવરનું ઈનામ લાગે જિંદગી
ક્યારેક જુલમ જેવી લાગે આ આ જિંદગી
તો ક્યારેક ગુલ્ફામ જેવી લાગે આ જિંદગી
ક્યારેક મુકામ લાગે આ જિંદગી
તો ક્યારેક સિકંદરના આખરી અંજામ જેવી જિંદગી
ક્યારેક વહેમ લાગે જિંદગી
તો ક્યારેક ઈશ્વરની રહેમ જેવી લાગે આ જિંદગી
ક્યારેક દોડધામ લાગે આ જિંદગી
તો ક્યારેક ખુશીઓનું ધામ લાગે આ જિંદગી
ક્યારેક નામઠામ ભરી લાગે આ જિંદગી
તો ક્યારેક ગુમનામ થયા હોવાનો અહેસાસ લાગે આ જિંદગી
ક્યારેક કડવી
તો ક્યારેક મીઠા જામ જેવી જિંદગી
