આ ઇશને ખોળી જો
આ ઇશને ખોળી જો

1 min

338
આ અંધારું અકળાવે એ પહેલાં,
ચિરાગ દિલમાં તું જલાવી જો,
અજવાળું આ જગે હાથવગું છે,
દિપથી કદી તું દિપ પ્રગટાવી જો,
ચોક્કસ દેખાશે હકીકતની તાસીર,
આ ચહેરે અઢળક મોહરા હટાવી જો,
દરદની દવા મળશે એક દિવસ જરૂર,
સ્મિત આ રઢિયાળું જરા ! સજાવી જો,
ને નથી બહાર "નીલ" શોધ કાજે ભટકીશ ના,
ખાલી અંદર ઉતરી આ ઇશને ખોળી જો.