Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

PADHARIYA DINESHKUMAR

Others

3  

PADHARIYA DINESHKUMAR

Others

આ છે મારું રંગીલું ગુજરાત એમાંય મારો મલક છે વઢીયાર

આ છે મારું રંગીલું ગુજરાત એમાંય મારો મલક છે વઢીયાર

1 min
222


આ છે મારુ રંગીલું ગુજરાત,

એમાંય મારો મલક છે વઢીયાર

શું કરુ આ વઢીયારની વાત,

 ત્યાં વસે છે અવનવી જાત

એવો મારો મલક છે વઢીયાર,


વરાણે મા ખોડલના બેસણાં

શંખેશ્વરમાં છે પાશ્વનાથ,

રાપરીએ દાદો હનુમાન બિરાજે,

લોટેશ્વરમાં છે ભોળોનાથ

એવો મારો મલક છે વઢીયાર,


ઘઉં ચણા મબલક પાકે,

જીરાનો ચડાવ ઊતાર,

કપાસ બારેમાસ જાકે,

ઊનાળે પીલુડા પાકે,

એવો મારો મલક છે વઢીયાર,


 છાશ માંગો ત્યાં દૂધ મળે

 માખણ ઘી ની રેલમછેલ,

 માંગો ઓસરી આપે ઘર

 ઓટલો માંગો મળે રોટલો

એવો મારો મલક છે વઢીયાર,


વીરતાઓની જયાં છે વાત અપાર 

 વચન આપી નિભાવી જાણે,

ખાનદાની ને ખમીરવંતા લોક

તકલીફના સમયે ઢાલ બને,

એવો મારો મલક છે વઢીયાર, 


હસમુખા હેતાળવા અને,

 મલકીને કાઢે વેણ

પરોણાગત કરાવે પ્રેમથી

ભલે હોય પારકા શેણ

એવો મારો મલક છે વઢીયાર,


દિનેશ કહે આ ધીગી ધરાનુ,

કરીએ સૌ સાથે મળી જતન

જો નિત થાય ઈતિહાસનું ગહન

દરેક ગામમાંથી મળે વિરતાની વાત 

એવો મારો મલક છે વઢીયાર.


Rate this content
Log in