2021ની સફર
2021ની સફર
1 min
147
ન જાણ્યું જાનકીનાથે સવારે શું થશે ?
બસ આવું જ કંઈક નીકળ્યું.
2021 નુંં વર્ષ જે કદી ન ભૂલી શકાય,
ત્રાહિમામ, તોબા, વિનાશક, ખોફનાક.
નહીં મારા એકની, અટકી સફર વિશ્વની,
છવાયો માતમ ને ફરી ચાદર મોતની.
અર્થીથી ભરાયો સાગર, ધ્રૂજી ઊઠી ધરા.
ખાડી, પહાડ ને હિમાલય ખવાયો,
જોઈ કોરોના ને થયો ઇન્સાન રઘવાયો,
આખા વિશ્વમાં કાળો કેર કેવો છવાયો.
ન દેખાય માણસ કે, ન દેખાય પશુ પક્ષી,
થઈ અવની ઉજ્જડ, બની વાંઝણી પ્રકૃતિ
બદલી નાખી કોરોના એ સુંદર આકૃતિ.
