Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#Tribes of India

SEE WINNERS

Share with friends

ઝારખંડના ભૂતપૂર્વ ગવર્નર દ્રૌપદી મુર્મુને આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે સત્તાધારી NDA પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ઓડિશાના આદિવાસી નેતા મુર્મુજીએ તેમના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. તે માત્ર એક પ્રેરણાદાયી ઉદાહરણ જ નથી, પરંતુ તે એક મિસાલ પણ છે કે પ્રતિભા અને પરિશ્રમ તમામ વંશીય, સાંસ્કૃતિક અને જાતિવાદની સીમાઓને પાર કરે છે.

ભારતમાં આદિવાસી સમુદાયોને હંમેશા સૌથી સંવેદનશીલ સમુદાય તરીકે જોવામાં આવે છે.

મોટેભાગે જ્યારે આપણે #Tribesનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે આપણે ગરીબી, શિક્ષણનો અભાવ, આધુનિકીકરણનો અભાવ, આરોગ્ય સુવિધાઓનો અભાવ વગેરેની ચર્ચા કરીએ છીએ, પરંતુ આપણે ક્યારેય તેમની સિદ્ધિઓ, સફળતાની વાર્તાઓ અથવા તેમના સામાજિક યોગદાનને યાદ કરીએ છીએ ?

 સ્ટોરીમિરરના લેખકોમાંના એક એવા શ્રી સંદીપ મુરારકાએ પોતાની સકારાત્મક શક્તિનો ઉપયોગ કરીને વિવિધ આદિવાસીઓની સફળતાની વાર્તાઓનું સંકલન કર્યું છે. તેમના પુસ્તક, ‘શિખર કો છૂટે આદિવાસી’ - ભાગ 1 અને 2માં, તેઓ દ્રૌપદીજી જેવા લોકો વિશે વાત કરે છે જેમણે પોતાનું અને પોતાની આદિજાતિ માટે નામ ઉજ્વળ કર્યું છે.

 તમે અમારા આદિવાસી સમુદાયની સફળતાની વાર્તાઓ અહીં વાંચી શકો છો : https://amzn.to/3NzytBv

સ્ટોરીમિરર પ્રસ્તુત કરે છે,છે “ટ્રાઈબ ઓફ ઇન્ડિયા”, એક લેખન હરીફાઈ જે આદિવાસી સમુદાયોના સંઘર્ષ, જીત, સર્જનાત્મકતા અને પ્રગતિશીલ અનુભવોની વાર્તાઓની વાત કરે છે. તમે તેમાં સક્રિય ભાગીદાર અથવા નિષ્ક્રિય સાક્ષી બની શકો છો, પરંતુ સ્ટોરીમિરર આદિવાસી સમુદાયોની આસપાસની સિદ્ધિઓ, સફળતા, સંઘર્ષ અને લાગણીઓના ગાથાઓની વાતો સાથે ઉપસ્થિત છે.

ચાલો આપની વિચારશક્તિને છૂટોદોર આપો, શ્રેષ્ઠ વાર્તાનું સર્જન કરો.

વિષય – આદિવાસી સમુદાય કે વ્યક્તિની સફળતાની વાર્તા લખો.

નિયમો :

·         સ્પર્ધકે માત્રને માત્ર આદિવાસી સમુદાયના વિષયની આસપાસ જ પોતાની વાર્તા લખવાની છે.

·         સ્પર્ધકે પોતાની મૌલિક રચનાઓ જ સબમિટ કરવી જોઈએ, આપ ચાહો તેટલી રચનાઈઓ લખી શકો છો, તેમાં કોઈ બંધન નથી.

·         વાર્તા લખવા માટેની શબ્દોની કોઈ મર્યાદા નથી.

·         સ્પર્ધાની લીંક વગર ઈમેઈલ, હાર્ડકોપી, કે ફોટોકોપીમાં મોકલેલી રચનાઓ સ્પર્ધા માટે માન્ય રહેશે નહિ.

·         સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ ફી રાખી નથી..

સાહિત્ય પ્રકાર  - વાર્તા

ભાષાઓ  : અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ઓડિયા, તેલગુ અને બેન્ગાલી.

ઇનામ :

·  દરેક ભાષામાં શ્રેષ્ઠ 15 રચનાઓને ‘જ્યુરી ચોઈસ પુરસ્કાર’ આપવામાં આવશે. અને તેમની રચનાને સ્ટોરીમિરર દ્વારા ઈ-બુકમાં સ્થાન આપવામાં આવશે. તેમને પ્રશંસા પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. વિજેતાની પસંદગી અમારા સંપાદકીય ટીમ દ્વારા આપવામાં આવેલા ગુણને આધારે કરવામાં આવશે.

·   દરેક ભાષામાં સૌથી વધુ વાચકો દ્વારા વાંચવામાં આવેલી (વાચકોની લાઈક અને કોમેન્ટને આધારે) વિજેતા બનેલી શ્રેષ્ઠ 5 રચનાઓને ‘પોપ્યુલર રાઈટર પુરસ્કાર આપવામાં આવશે. સાથે સાથે પ્રશંસા પ્રમાણપત્ર અને રૂ. 160/- ના મૂલ્યનું ડિસ્કાઉન્ટ વાઉચર આપવામાં આવશે

·  દરેક ભાષામાં આદિવાસી સમુદાય પર ઓછામાં ઓછી 6 કે તેથી વધુ વાર્તાઓ લખનાર લેખકને સ્ટોરીમિરર દ્વારા પુસ્તક મોકલી આપવામાં આવશે.

·  ભાગ લેનાર દરેક સ્પર્ધકને ભાગ લેવા બદલનું પ્રમાણપત્ર આપવામાં આવશે..


સમયગાળો  : 04 જુલાઈ 2022 થી 31 જુલાઈ 2022

 પરિણામ : 30 ઓગસ્ટ 2022

 સંપર્ક :

ઈમેઈલ : vishnu@storymirror.com


મોબાઈલ : +91 ૯૭૨૩૧ ૮૫૬૦૩ વોટ્સઅપ:



Trending content