Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Children Stories Action Inspirational

3  

Mrugtrushna Tarang

Children Stories Action Inspirational

મહામારી ને ફેરફટકો

મહામારી ને ફેરફટકો

5 mins
167


 તમામ સબૂતો અને ગવાહોની ગવાહી સાંભળી હું અકબર બાદશાહ એ નિર્ણય જાહેર કરું છું કે, અમીરગઢનો ખજાનો રાજકીય સંપત્તિ હોવાથી એ ન તો આમિર શાહબુદ્દીનને મળશે કે ન તો ખમીર ગોરાગાંધીને...

 એ સઘળો ખજાનો રાજકીય કાર્યો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

 ધ કોર્ટ ઇઝ એટજર્ન.

કહી અકબર બાદશાહ પોતાનાં સિંહાસન પરથી ઉતરી રાજમહેલ તરફ જવા માટે નીકળ્યાં.

સહુ સભાજનો બાદશાહ અકબરનો નિર્ણય સાંભળી અંશતઃ નાખુશ જ હતાં. 

પણ, કહેવાય છે ને કે,

રાજા, વાજા ને વાંદરા કોઈનીય શેહ ન ભરે ને પોતાનું જ ધાર્યું કરવામાં માને.

એટલે,

કેટલાંક સભાસદો અકબર બાદશાહનાં ચાહિતા બીરબલ પાસે પોતાની ફરિયાદ લઈને ગયાં.

બીરબલ સાથે અકબર બાદશાહ પણ એ વાતે અનભિજ્ઞ નહોતાં, છતાં, ચાહી રહ્યા હતાં કે, સાચો હકદાર કોણ એ શોધવા એવું જ કંઈક કાવતરું કરવું રહ્યું.

બસ, એટલે જ બાદશાહ આલમે અમીરગઢનો ખજાનો પોતાને હસ્તક લઈ લીધો.

થોડોક સમય પસાર થયો કે મહામારીનો પ્રકોપ સમગ્ર રાજ્ય પર ત્રાટકી પડ્યો. અને આ મહામારી પોતાનાં દેશમાંથી નહીં પણ વિદેશમાંથી ત્રાટકી હોવાથી એનાંથી બચવાનાં ઉપાયો હજુ લગી કોઈ વૈદ્ય કે ડૉક્ટર, હકીમ પાસે નહોતી.

અહીં તહીં ચહુ ઓર હાહાકાર મચી ગયો. ચપટી વગાડવામાં વાર ન લાગે એમ પહેલા વરસાદની ટપકતી બૂંદો સમ માણસો ટપકવા લાગ્યાં.

મૃત્યુ મુખે આબાલવૃદ્ધ કોઈપણ જવા લાગ્યાં. એવું શું ખાઈ પી લીધું કે લોકો એક પછી એક એમ અઢળક માત્રામાં મરવા લાગ્યાં.

એક બે છીંક ને માણસ મૃત્યુ મુખે આધીન!!

બે ચાર ખાંસીમાં રક્તની ટસરો ફૂટવા લાગી ને લોકો ટપ ટપ મરવા લાગ્યાં.

વૈદ્ય ને હકીમ પણ વિચાર કરતા થઈ ગયાં કે લોકોને કેમ કરીને બચાવવા!!

વાત બાદશાહ આલમ સુધી પહોંચી. પણ, ઉપાય વગર લોકોને ઘરની બહાર આવવા દેવાનું યોગ્ય ન લાગતાં બાદશાહ અકબરે એક આદેશ જાહેર કર્યો - 

"છૂટકો ન હોય તો જ ઘરની બહાર નીકળો. મ્હોં, નાક તથા કાન ઢાંકીને રાખો. હાથ - હથેળી અને ચહેરો સતત ધોયે રાખો. સ્વચ્છ પાણીનો વપરાશ કરો. પાણી ન બગાડો. આપ્તજનોને મળવાનું ટાળો. તમે સલામત તો એ સલામત... ઘરમાં રહો, નજરકેદ રહો, ઘરગુથી રમતો રમો, મેદાની રમતો હાલ પૂરતી ત્યજી દો...

જીવો ને જીવવા દ્યો..."

અમીરગઢનો ખજાનો મહામારીમાં ઉકલી ગયેલા લોકોનાં પરિવાર જનો માટે વપરવા કાઢ્યો. અને બાદશાહની ખિલાફ બોલનારાઓનાં મોઢાં જડબેસલાક બંધ થઈ ગયાં.

ઢંઢેરો પીટયાને અઠવાડિયું ય નહોતું પત્યું કે, રમલો ઘરમાં બેસી કંટાળ્યો.

એટલે પોતાનાં ભાઈબંધને ફોન જોડી કરગરવા લાગ્યો -

"ભઈલા, ઘરમાં ગોંધાઈ રહેવું ફાવતું નથી. ચાલ ને થોડી લટાર મારી આવીએ.."

જગલા એ વળતો જવાબ આલ્યો, "ભઈ રમલા, મારે ય ઘેર એવું જ બધુ છે. પણ, ઘરની બહાર નીકળ્યાં કે મોત આપણી આસપાસ જે રીતે તાંડવ કરે છે એ જોતાં મને તો બહુ બીક લાગે છે... 

હું ભઈ નહીં આવી શકું... હું તો તને ય સલાહ દઈશ કે ભઈલા, ઘરમાં છે તો જીવતો છે... ઘરમાં શું અજગર ભૈરડે છે તે અહીં તહીં ભટકવાનું સૂઝે છે તને, હેં!"

જગલાની વાતો સાંભળી રમલાની એક માત્ર આશા ય ઠગારી નીવડી. માથે હાથ દઈ બેસવા સિવાયનો કોઈ ઉપાય એને સૂઝતો નહોતો.

હજુ થોડાં દહાડા એમનેમ વીતી ગયાં. લોકો હજુય ટપક ટપક ટપકી રહ્યા હતાં. રોગ સમજાતો નહોતો એટલે એનો ઈલાજ કરવો ય મુશ્કેલ બની ગયો હતો.

રાજા ને પ્રજા બંન્નેવ ત્રાહિમામ પોકારી ગયા હતાં. રાજકોષનો ખજાનો ય ખાલી થવાની અણી પર આવીને પૂગ્યો હતો.

એવામાં બીરબલ સાથે અકબર બાદશાહે રાજ્યમાં શું ચાલી રહ્યું છે એ જોવા માટે ગુપ્ત વેશમાં સેર સપાટો કરવાનું નક્કી કર્યું.

બાદશાહ અકબરની સલામતીનો સંપૂર્ણ ઈન્તજામ કરવામાં આવ્યો તે સાથે બીરબલની પણ સલામતીનું ધ્યાન રાખવા માટે બે હાથવેંતનું અંતર કેળવવામાં આવ્યું.

ઘોડાગાડીમાં બેસી બાદશાહ અકબર જ્યોતિષીનાં વેશમાં મધરાતે ફરવા નીકળ્યાં. સાથે બીરબલને એમનાં શાગીર્દ તરીકેની ઓળખ કેળવવાનો આદેશ કરવો હતો. પણ, બીરબલ બે હાથવેંત ચાલી રહ્યા હોવાથી ધીમા સૂરમાં બોલવું શક્ય બની નહોતું રહ્યું.

'બીરબલ, ઓ બીરબલ' એવી ઘણીબધી બૂમો પાડયાં બાદ પણ બીરબલ તરફથી કોઈપણ પ્રકારનો હોંકારો ન મળતાં બાદશાહે મોટા અવાજે બીરબલને હાક મારી...

ત્યાં તો આસપાસના વિસ્તારમાં રહેતા લોકો ઊંઘમાંથી ઝબકીને ઊઠી ગયાં.

ખાંસી, ઉધરસ અને છીંકાછીંક ચોમેર ફેલાઈ ગઈ.

બાદશાહ અકબર એકદમ જ ગભરાઈ ગયાં. 'આગળ ખીણ તો પાછળ કૂવો' જેવી ગત નિર્માણ થઈ.

રાજમહેલથી ઘણાં દૂર આવી ચૂકેલા એટલે પાછા ફરવાનો મતલબ શેષ રહેતો નહોતો. અને, બીજી તરફ જે કાર્ય માટે મહેલની બહાર સેર સપાટો કરવા નીકળ્યા હતાં એય કામ આરંભ્યું નહોતું.

એટલે, મનને મજબૂત બનાવી અકબર અને બીરબલ ગામતરે ફરવાનો વિચાર કરી આગળ વધ્યાં.

ત્રણેક કિલોમીટર જેટલું ફર્યા (ઘોડાગાડીમાં બેસીને) હશે કે અકબરે પીવા માટે પાણી માંગ્યું.

એ પહેલાં પણ મહેલેથી લાવેલ પાણી ગટગટાવી ગયેલા બાદશાહ અકબર ભૂલી ગયા કે પાણી તો ખતમ થઈ ગયું હતું. અને હવે તો વગર પાણીએ જ આજની મુસાફરી ખેડવાની રહેશે.

ત્યાં દૂર એક ઝુંપડીમાં આછો દીવડો પ્રકાશમાન થતો જણાયો.

બીરબલને ત્યાં મોકલી પાણીની વ્યવસ્થા કરવાનું સૂચન આપ્યું.

"જી હુકમ" ફરમાવી, બીરબલ ઝુંપડી તરફ આગળ વધ્યો. હજુ કેટલાંક ડગલાં દૂર હતો ત્યાં કોઈકનો જોરશોરથી ખાંસવાનો અવાજ આવ્યો..

અને, એ સાથે જ ખાંસનાર વ્યક્તિ પણ ઉછાળા મારી મારીને ઝુંપડીની બહાર આવી બાદશાહ અકબરનાં પગ પાસે પડ્યો.

રક્તનું ખાબોચિયું ય એની ફરતે ફરી વળ્યું હતું.

રક્તરંજીત દેહ જોઈ અકબર બાદશાહ ત્યાં જ બેહોશ થઈ ગયાં.

બીરબલ બાદશાહ અકબરના હોશમાં આવવાની રાહ જોવા લાગ્યો.

કેટલાંક કલાકો બાદ બાદશાહ આલમ જાગ્યા ખરાં પણ એમનાં દેહ પર પડેલા રક્તનાં એ ટીપાં અને તે સાથે પેલા દર્દીની છીંકના છાંટા હવામાંનાં ઑક્સિજન સાથે કેમિકલ લોચો ક્રિએટ કરી રિએક્શન કરવા લાગ્યો.

બાદશાહ અકબરનાં દેહ પર એ છાંટા ચાબખાની જેમ બળવા લાગ્યાં. ચામડીના લીરેલીરા ઊડવા લાગ્યાં. ત્રાહિમામ પોકારી ગયેલા બાદશાહની દેખભાળ કરવા કોઈ રાણીઓ પાસે ન આવી.

મહામારી વધવા લાગી. બાદશાહ અકબર નામનાં ફતવા કાઢવા લાગ્યા.

મહામારીનો ઈલાજ બીરબલે કાઢવો રહ્યો એવો હુકમ બહાર પડવા પૂર્વે જ બીરબલે કેટલાંક નિયમો સાથે જીવન જીવવાની રીતભાત લોકોને ઘરે જઈ જઈને શીખવી દીધી.

તેમજ, બાદશાહ અકબર માટે ય ગુપ્તચરો નિયુક્ત કરી દીધાં. કે જે એમને રાજ્યની રજેરજ માહિતી પૂરી પાડી દે અને એમણે મહેલ છોડી ક્યાંય જવાનો કે મહામારીનો ભોગ બનવાનો વારો ન આવે.

આપ મુએ સ્વર્ગે જવાય,

બીજાં મરે તો નર્કે સડાય!!

આ કહેવત અહીં સાચી પાડવી જરૂરી નથી, એમ કહી બાદશાહ અકબરને મહેલમાં ટેરેસ પર બનાવેલ ગાર્ડનમાં ફરવાનો એક મંત્રી તરીકે બાદશાહ સલામત માટેની સલામતીનો હુકમ બીરબલે બહાર પાડ્યો અને બાદશાહની ચૌદ મહારાણીઓ ખુશખુશાલ થઈ ગઈ.


Rate this content
Log in