Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shalini Thakkar

Others

4.5  

Shalini Thakkar

Others

સાજનકી સહેલીયા

સાજનકી સહેલીયા

4 mins
1.3K


૭૫ વર્ષના કિશોરભાઈ એક ગંભીર બીમારીમાંથી મુક્ત થઈને હેમખેમ પાછા પોતાના ઘરે ફર્યા હતા. તેમના ઘરે પરત થતાં જ એમના પત્ની કલ્પનાબેન અને પરિવારના અન્ય સભ્યો એ એક લાંબી તાણ ભોગવ્યા બાદ નિરાંતનો શ્વાસ લીધો હતો. પરિવારના મુખ્ય એવા મજબૂત, પ્રેમાળ એક ફેલાયેલા વૃક્ષમાં સમા પરિવારને છાયો આપતા કિશોરભાઈની તબિયત આમ અચાનક જ બગડી જવાથી આખો પરિવાર હચમચી ગયો હતો. વડીલોના આશીર્વાદ અને પરિવારના સભ્યોની પ્રાર્થનાથી એકદમ સ્વસ્થ થયેલા કિશોરભાઈ પોતાના રૂમમાં પોતાના પરિવાર વચ્ચે ઘેરાઈ ને બેઠા હતા. તેમના શરીરમાં હજી પણ થોડો થાક અને કમજોરી વર્તાતા હતા. પરંતુ એ તો સમય જતાં ઠીક થઈ જશે એવી ડોક્ટર તરફથી મળેલી સૂચના ને કારણે બધા નિશ્ચિંત થઈને બેઠા હતા. હંમેશા એનર્જેટિક અને ડાયનામીક લાગતા પપ્પા ને થોડા અશક્ત લાગતા જોઈને તેમને પ્રોત્સાહિત કરવાના હેતુથી એમની મોટી પુત્રી રીમા બોલી," અરે પપ્પા કોઈ કહે કે તમારી ઉંમર ૭૫ વર્ષની થઈ ગઈ હશે. તમે તો હજુ પણ એટલા જ હેન્ડસમ લાગો છો." રીમાની વાત સાંભળીને કિશોરભાઈના નીરસ થઈ ગયેલા ચહેરા પર સ્મિત અને નિસ્તેજ થઈ ગયેલી આંખોમાં થોડી ચમક આવી ગઈ જેની નોંધ એમની પત્ની કલ્પનાબેને તરત જ લઈ લીધી. એમને વધુ પ્રેરિત કરવાના હેતુથી એમણે પણ પોતાનો મત આપતા કહ્યું," અરે બેટા, તને ખબર છે તારા પપ્પા નામ વ્યક્તિત્વ અને સ્ટાઇલ પર તો એમના કોલેજકાળના કેટલી છોકરીઓ એમના પર ફિદા હતી. અરે હજી પણ એની કોલેજ સમયની બેનપણીઓ એમના કોન્ટેક્ટમાં રહે છે." કહેતા કલ્પનાબેન ખડખડાટ હસી પડ્યા અને એની વાત સાંભળીને કિશોરભાઈના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું.

એ પોતાનો બચાવ કરતા બોલ્યા," અરે એ તો બધી ખાલી મારી ફ્રેન્ડસ છે. તને પણ ખબર છે કે સાચો પ્રેમ તમે માત્ર તને કર્યો છે કલ્પના. અને એટલે જ તો હું ક્યારે તારાથી કોઈ વાત છૂપાવતો નથી. હું પણ જાણું છું કે મારી બ્રોડ માઈન્ડેડ પત્નીને મારા પર પૂરેપૂરો વિશ્વાસ છે. પોતાના માતા અને પિતાની વાત સાંભળીને એમના સંતાનો મયંક, રીમા અને સીમા ને એમની વાતમાં રસ પડવા માંડ્યો. કિશોરભાઈનું પરિવાર એક એજ્યુકેટેડ અને બ્રોડ માઈન્ડેડ વિચારસરણી ધરાવતો પરિવાર હતો અને એટલે જ કોઈ કોઈનાથી કશું જ છૂપાવતું નહીં. એમના સંતાનોનો ઉછેર પણ તેમણે એટલામાં મૈત્રીભાવ સાથે કર્યો હતો કે સંતાનોને મુગ્ધાવસ્થાથી માંડીને યુવાવસ્થા સુધી પોતાના જીવનમાં બંધાયેલા રિલેશનશિપ વિશે પોતાના માતા-પિતા સાથે બેધડક ચર્ચા કરતા અને એ રિલેશનશિપમાં આવતા ઉતાર-ચઢાવ વખતે એમની સલાહ લેવામાં સંકોચ પણ નહોતા કરતા. અને એમને એ વાતનો ગર્વ હતો. બધા સાથે બેઠા હતા અને વાતની મહેફિલ જામી હતી. એમની નાની પુત્રી સીમા એ વચ્ચે ટાપસી પૂરતાં બોલી," અરે પપ્પા મને હજી યાદ છે કે તમે જ્યારે યુએસ ભણવા માટે ગયા હતા ત્યાં તમારી જેની નામની એક અમેરિકન ફ્રેન્ડ બની હતી. મને બરાબર યાદ છે કે જ્યારે હું ખૂબ જ નાની હતી ત્યારે એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાથી પ્રભાવિત થઈને આપણા ઘરે આપણી સાથે થોડો સમય વિતાવવા આવી હતી. એ વખતે દાદા દાદી પણ આપણી સાથે હતા અને આપણા આખા પરિવારે ખૂબ જ પ્રેમથી અને આવકારીને આપણી સાથે રાખી હતી." તેમની વાત સાંભળીને કલ્પનાબેન કિશોરભાઈ પર પૂરેપૂરો વિશ્વાસ હોવા એમની પટ્ટી ઉતારતા બોલ્યા," હા એ જેની પણ પપ્પાની માત્ર ક્લોઝ ફ્રેન્ડ હતી." કલ્પનાની વાત સાંભળીને કિશોરભાઈ ફરી પોતાનો બચાવ કરતા બોલ્યા," માય ડિયર વાઇફ, તારા સિવાય મારા જીવનમાં આવેલી બધી જ સ્ત્રીઓ માત્ર એક તારી ફ્રેન્ડ જ હતી. અને મારા આખા પરિવારની સામે હું સ્વીકારું છું તમે ખરા હૃદયથી માત્ર તને અને તને જ પ્રેમ કર્યો છે. શું એક સ્ત્રી અને પુરુષ સારા મિત્ર ન હોઈ શકે ? કિશોરભાઈની વાત સાંભળીને ૭૦ વર્ષના કલ્પનાબેન થોડા વિચારમાં પડી ગયા અને પછી બોલ્યા, હા હા એક પુરુષ અને સ્ત્રી ચોક્કસ સારા મિત્ર હોઈ શકે. પણ શું મારા જીવનમાં માત્ર એક પણ સારો પુરુષ મિત્ર હોત તો તમે અથવા તો તમારા પરિવારે આટલી ઉદારતાથી એ વાત સ્વિકારી હોત ? કલ્પનાબેનની વાત સાંભળીને એના પરિવારના બધા સભ્યો એક ક્ષણ માટે મૌન થઈ ગયા. જૂઠું કોઈને બોલવું ન હતું અને સાચો જવાબ કોઈની પાસે ન હતો. કલ્પનાબેન તરફથી આવેલો પ્રશ્નો નિરુત્તર રહ્યો. પતિની તબિયત ને ધ્યાનમાં રાખીને વાતાવરણ હળવું કરવા પોતાના પ્રશ્નો ઉત્તર પોતે જ આપતા બોલ્યા," મને ખબર છે કે તમે પણ આધુનિક વિચારસરણી ધરાવતા બ્રોડ માઈન્ડેડ પતિ છો માટે તમે અને તમારો પરિવાર પણ જો મારા જીવનમાં કોઈ પુરુષ મિત્ર હોત તો જરૂર એને એટલી ઉદારતાથી સ્વીકારતા". સાંભળીને બધા ચહેરા પર બનાવટી સ્મિત આવી ગયું. કદાચ એ પ્રશ્નોનો સાચો ઉત્તર બધાને ખબર હતી.


Rate this content
Log in