Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shalini Thakkar

Children Stories Inspirational

4.5  

Shalini Thakkar

Children Stories Inspirational

જીત

જીત

3 mins
679


તન્વી ખુબ જ સરસ ગાતી અને એની આખી શાળામાં ગાવામાં એનો જોટો ના જડે. એની શાળાને અને ખાસ કરીને એના સંગીતના શિક્ષકને એના ઉપર ખૂબ જ ગર્વ હતો. બસ તન્વીને માત્ર એક જ તકલીફ હતી કે જ્યારે પણ એ કોઈ ગાવાની સ્પર્ધામાં ભાગ લેતી ત્યારે એ પોતાની કલાનું સારુ પ્રદર્શન ક્યારેય ન કરી શકતી. પ્રેક્ટિસ કરતી વખતે પોતાનું સો ટકા યોગદાન આપવા છતાં પણ સ્પર્ધા ના સમયે તે ખૂબ જ નર્વસ થઈ જતી હતી. એના હાથ પગમાં પરસેવો થઈ જતો અને છેવટે એ સ્પર્ધા હારી જતી. આની પાછળનું મુખ્ય કારણ હતું એનો ડર, હારી જવાનો ડર. આ વર્ષે એની શાળા રાષ્ટ્રીય સ્તર પર ગાવાની સ્પર્ધામાં ભાગ લેવાની હતી. એના સંગીતના શિક્ષકને તન્વી ઉપર ખૂબ જ આશા હતી કારણકે તેમને એની લાયકાતની ખબર હતી. પરંતુ એના મનમાં રહેલો હારનો ડર શી રીતે કાઢવો ? એના સંગીત શિક્ષકે તન્વી ને બોલાવી અને અને કહ્યું,"બેટા, મને તારી પ્રતિભા પર પુરે પૂરો ભરોસો છે. બસ તારા મનનો ડર કાઢવા માટે આ વખતે તું એક પ્રયોગ કરી જો. કલા એ હાર અને જીત નો વિષય નથી. અને એકવાર તું હાર અને જીત ના ખેલથી પર થઈને ગાઈશ ત્યારે જ તને એ વાતનો અનુભવ થશે. કલા તો ઈશ્વર તરફથી મળેલી એક અનમોલ ભેટ છે ,જે તમને ઈશ્વરની નજીક લઈ જાય છે. અને જ્યારે તું મનમાં ઈશ્વરને રાખીને ખરા હૃદયથી ગાઈશ ત્યારે તુ પ્રેક્ષકના હૃદય સાથે સીધો સંપર્ક સાધી શકીશ અને પછી એ આખો પ્રસંગ અવરણીય બની જશે. જ્યાં ન તો જીતનો નશો હશે કે ના તો હારનો ડર. માત્ર ઈશ્વર તરફથી મળેલા વરદાનરૂપી કલાને માણવાનો એક નિજાનંદ હશે. જીવનમાં હાર અને જીત તો સિક્કાની બે બાજુ સમાન છે. ક્યારેક હાર તો ક્યારેક જીત ! બસ માત્ર આજનો દિવસ આ એક પ્રયોગ કરી જો. માત્ર પોતાના આનંદ માટે હૃદયથી ગા અને પછી જો !"

પોતાના સંગીત શિક્ષકની વાત સાંભળીને તન્વીની અંદર હિંમત આવી ગઈ. અને પછી એણે સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી અને આખરે સ્પર્ધાનો દિવસ આવ્યો. તન્વી ખૂબ જ ખુશ હતી કારણકે આજે એણે જીતવાનું કે હારવાનું ન હતું માત્ર ગાવાનો આનંદ જ લેવાનો હતો. ખરા હૃદયથી ગાઈને, એણે પોતાના સૂરોના માધ્યમથી ઓડિયન્સમાં બેઠેલા પ્રેક્ષકો સાથે સંપર્ક સાધવાનો હતો. બસ માત્ર આટલું જ કરવાનું હતું. કેટલું સરળ હતું ? બસ પછી તો જોવાનું જ શું હતું ? એણે પોતાની આંખ બંધ કરીને ઈશ્વરને યાદ કરતા જેવો સંગીતનો સૂર છેડ્યો, હોલમાં બેઠેલા તમામ પ્રેક્ષકો મંત્રમુગ્ધ થઈ ગયા. જેમ જેમ તન્વી ગાવાનો આનંદ લેતી ગઈ તેમ તેમ પ્રેક્ષકો એના છેડેલા સૂરમાં ભાવવિભોર થતા ગયા. જેવું એનું ગીત પત્યું અને એણે આંખો ખોલી,

એની સામે પોતાના સ્થાનેથી ઊભા થઈ ગયેલા પ્રેક્ષકોએ એને તાળીઓના ગડગડાટથી વધાવી લીધી. અને તન્વી એનો નિર્મળ આનંદ ઉઠાવ્યો. હવે એને ના હારની બીક હતી કે ના તો જીતની ફિકર. એને સમજાઈ ગયું હતું તે ખરી જીત તો જે પણ કાર્ય કરીએ એમાં ખરાા હૃદયથી અને આનંદ સાથે પોતાનું સો ટકા યોગદાન આપવામાં જ છે.


Rate this content
Log in