Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Daxa Ramesh

Others

2.0  

Daxa Ramesh

Others

સાળી આઘી ઘરવાળી

સાળી આઘી ઘરવાળી

4 mins
23.5K


સૌમ્યા, નામથી જ સૌમ્ય હતી. બાકી તો એ હતી એકદમ ઝળહળતી જ્વાલા ! એ ત્રણ બહેનોમાં સૌથી નાની હતી. એનાથી મોટી સરલાના લગ્ન સંજીવ સાથે થયા ત્યારે, જીજાજીના કોઈ દોસ્તે એને જોઈને કોમેન્ટ કરી હતી કે,

"બડી તો બડી ! છોટી ભી શુભાનઅલ્લા !

આ સંજ્યો તો ખાટી ગ્યો એલા, સુંદર ઘરવાળીની સાથે એને જોરદાર સાળી મળી છે !"

ત્યારે સંજીવ જીજાજીના કૌટુંબિક ભાઈ પણ, ખન્ધુ હસીને બોલ્યા હતાં, "આમે ય 'સાળી તો આઘી ઘરવાળી' કહેવાય છે બરાબર ને ?" એને એટલો ગસ્સો આવ્યો હતો એ વાત પર, પણ બધાએ સૌમ્યાને, એના હાજરજવાબી સ્વભાવને કાબુમાં રાખવા વિનંતી કરી હતી. જેથી કરીને પ્રસંગમાં કોઈ બબાલ ન થઈ જાય.

લગ્ન પછી, જ્યારે જ્યારે, દીદી જીજાજીને લઈને પિયર આવતી ત્યારે, સંજીવ મજાકને બહાને આછા અડપલાં કરવાનું ચુકતો નહિ. સૌમ્યા બધું સમજતી હતી પણ, એની દીદીના સંસારને જરાપણ આંચ ન આવે એ માટે એ ચૂપ રહેતી. પણ, જાણી જોઈને એ સંજીવને એવો મોકો જ ન આપતી.

થોડા સમય પછી, દીદીને સારા દિવસો રહેતાં, એને ત્યાં સૌમ્યાને, દીદીના ઘરે, દીદીને કામકાજમાં ટેકો રહે તે માટે રોકાવા જવાનું આમંત્રણ મળ્યું. ઘરના બધાએ જવા માટે આગ્રહ કર્યો ત્યારે સૌમ્યાએ સિફતથી એ વાત ટાળી દીધી અને દીદીને જ પિયર લઈ આવવાનું ગોઠવી દીધું. હવે, સંજીવ પત્નીને મળવા અને એના વગર નથી ગમતું એવા બહાને એ પણ વારંવાર એમના ઘરે આવવા લાગ્યો. એ સૌમ્યાને, મજાકમસ્તીને બહાને, અડપલાં કરવાનું ચુકતો નહિ.

સૌમ્યા, ખૂબ જ વિચારમાં પડી ગઈ કે, આ ખૂબ નાજુક સબંધ છે. જરાપણ આડાઅવળું થયું કે પોતાની બહેન માટે દુઃખ ઊભું થઈ શકે ! પણ, સૌમ્યા ચૂપ પણ રહી શકે એમ નહોતી.

એક વખત સંજીવ સાથે એના મમ્મી અને બહેન, એટલે કે સરલાના સાસુ અને નણંદ પણ, સરલાની તબિયત જોવા માટે સંજીવની સાથે આવ્યા હતાં. સૌમ્યા, રસોડામાં કઈ કામ માટે ગઈ કે પાછળથી સંજીવ પણ આવ્યો અને એણે પાણી પીવાને બહાને સૌમ્યાના હાથમાંથી ગ્લાસ લેતાં લેતાં હાથ પકડી લીધો. સૌમ્યા સહમી ગઈ.

સંજીવ બોલ્યો, "કેમ છો ? સાલી સાહેબા ! તું તો મારાથી દૂર દૂર રહ્યા કરે છે. કેમ શું વાત છે ?"

સૌમ્યા,પોતાનો હાથ છોડાવીને મોઘમતાથી બોલી "કશું નહીં.પણ, મને આ બધું નથી ગમતું."

સંજીવ બોલ્યો, "અરે ! મેં શું કર્યું ? હું કઈ કરું, તો પણ, મારો એટલો તો તારા પર હક્ક બને ને ? "સાળી પણ, આઘી ઘરવાળી" જ છે ને ? આને તો મજાક કહેવાય ! અને મજા કરાય !" એમ કહી એક આંખ મિચકારી !

સૌમ્યાને ગુસ્સો તો એટલો આવ્યો કે ન પૂછો વાત ! પણ, સરલા આવી જતાં તેમની વાત, આટલેથી જ અટકી ગઈ. સરળ દિલની સરલા બોલી, "જોયું ને છુટકી ! તારા જીજુ, પાણી પણ માંગીને તને હેરાન કરવા નથી માંગતા એટલે તો જાતે અહીં આવીને પીવે છે ! હું એમને મેળવીને મારી જાતને નસીબદાર માનું છું. "

સંજીવ, સૌમ્યા સામે મલકીને સરલા સાથે દીવાનખંડમાં બધા સાથે બેસી ગયો. સૌમ્યા પણ, બધું કામકાજ નિપટાવીને ત્યાં આવી. એણે ચતુરાઈથી વાતચીતનો દોર પોતાના હાથમાં લઈને, આમતેમ આડાઅવળી વાતો કરતાં કરતાં બોલી, "મારે બે જીજાજી છે પણ, સરલા દીદીને ય એક જીજાજી છે કેમ દીદી ? "

ત્યારે, સરલાની નણંદ બોલી, "મારાથી એક મોટી બેન છે. હું યે નસીબદાર મારે ય એક જીજાજી છે હો !"

સૌમ્યા હસી. એને ખબર હતી કે સંજીવ જીજાનું મોસાળ ખૂબ મોટું છેસરલા દીદીને છ કે સાત તો માસીજી છે. છતાં ખાસ એણે, સરલાના સાસુને પૂછ્યું, "આન્ટી, તમે કેમ કઈ બોલતાં નથી ?"

અને સરલાના સાસુ બોલ્યા, "હું તો સાત બહેનોમાં સૌથી નાની, મારે તો છ-છ જીજાજી હતાં બોલો ! હું બધાની લાડકી સાળી હતી. કેવી નસીબદાર ?"

ત્યારે, સૌમ્યા એ સંજીવ જીજાજી સામે વેધક નજરે જોતાં જોતાં પૂછ્યું, "આન્ટી, તો તો બધી બેનું આંટો દેવા એક સાથે આવતી કે એક પછી એક ?"

સરલાના સાસુ, સરલતાથી બોલ્યા, "એકસાથે તો કોઈને સમય મળે કે ન મળે, બધા વારા ફરતી આવતાં રહેતાં. જેને, જ્યારે અનુકૂળતા હોય એ બેન-જીજાજી પિયર આવે ને ? અને બધા જ જીજાજી ખૂબ મારી મજાક કરતાં ! "

સૌમ્યાએ હવે તો, સંજીવ તરફ તીર જેવી ધારદાર નજર ફેકતાં પૂછ્યું, "મારા જીજાજી જેવી રીતે મારી સાથે કરે છે એવી મજાક કરતાં ?" સંજીવના મમ્મી તો પોતાની ધૂનમાં એકદમ નિર્દોષભાવે બોલ્યા, "હા બેટા !, અમે એવી મજા માણતાં કે ન પૂછો વાત !"

હવે, સૌમ્યા એ સંજીવ સામે જોયું, સંજીવ તો પૂતળું થઈ ગયો.

"કાપો તો લોહી ન નીકળે !


Rate this content
Log in