STORYMIRROR

Sangita Dattani

Others

3  

Sangita Dattani

Others

મુસાફરી

મુસાફરી

1 min
124

લગ્ન કરીને મસ્કત સ્થાયી થયેલી અનમોલને ભારતદેશ જવું હતું. કારણકે માતા પિતા અને સહેલીઓ સાથે મકરસંક્રાંતિ અને હોળીનો તહેવાર ઉજવવો હતો. લગ્નને હજી એક વર્ષ પણ પૂરું થયું ન હતું એથી સીમરનની આ માંગણી બધાંને અજુગતી લાગી. એવું પણ ન હતું કે પૈસેટકે પરવડતું ન હતું, વળી ઘરમાં નોકરચાકર, રસોઇયા બધું જ હતું છતાં લગ્નના ફક્ત આઠ જ મહિનામાં માવતરે બહેનપણીઓ સાથે તહેવારો મનાવવા જવું એ બંને પક્ષે યોગ્ય લાગતું ન હતું.

સંસ્કારી માબાપની એકની એક દીકરી આજે હઠે ભરાઈ હતી કારણકે બધી બહેનપણીઓએ ગયા વર્ષે જ નક્કી કર્યું હતું કે 

આવતે વર્ષે આ બે તહેવારો ઉજવવા ફરી આ જ જગ્યાએ ભેગાં થવું. સમજદાર સસરાજીએ ઘરમેળે નક્કી કર્યું કે સીમરનને આ વખતે જવા દેવામાં આવશે પણ ફરી એ ત્રણ વર્ષ સુધી દેશમાં જવા નહી દે.આ વાત જો સીમરનને મંજૂર હશે તો જ મંજૂરી આપવી. 

સીમરને આ વાત હસતા મોઢે સ્વીકારી લીધી અને મુસાફરીની તૈયારી શરૂ કરી દીધી.


Rate this content
Log in