Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
એક પળ આવ બેસ
એક પળ આવ બેસ
★★★★★

© Mukesh Jogi

Others

1 Minutes   13.5K    10


Content Ranking

એક પળ આવ બેસ નવરો છું,

હું ય બદલું છુ વેશ નવરો છું,


લાલ લીલાં પીળા બુટા છાપું,

બાંધણા કાળામેશ નવરો છું,


ભાગ્યને આમ પળમાં પલટાવું,

હું જ મારો દરવેશ નવરો છું,


મન ઉડી જાય, પંખીઓ સાથે,

દેશ શું, શું વિદેશ નવરો છું,


આજ લીંબુની જેમ નીચોડુ,

મનથી એ રાગદ્રેષ નવરો છું,


મુંઝવણ જયાં સ્વયં મુંઝાતી હો,

ખેડીએ એ પ્રદેશ નવરો છું,


ચાલ મન સંતવાણી સાંભળવા,

ધર્મના ઓઢી ખેસ નવરો છું,


મૌન છે આજ ખીલેલી સંધ્યા,

એ જ ઉંબર એ નેશ નવરો છું,


લ્યો ખિજાયા હવાને પરપોટા,

શીદ મારે છે ઠેસ નવરો છું.

ગઝલ નવરો ઉજાસ ઠેશ સંધ્યા સંતવાણી ભાગ્ય રાગદ્વેષ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..