Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

વનપ્રવેશ બે કદમોનો..

વનપ્રવેશ બે કદમોનો..

1 min
7.2K


આજ હું પચ્ચાસની થઈ,
કર્યો વનપ્રવેશ..
વિચાર આજ ઘેરી વળ્યા,
શું મેળવ્યું?
 
પાંચ આંકડાની સેલેરી, ત્રણ બેડરુમનો વૈભવશાળી ફલેટ.
મનગમતા પુસ્તકો, સીડીની ભરમાર..
બેતાલીસ ઇંચના એલસીડી સામે એકલી હું?
ના તાલી માટે કોઈ હાથ.
ના રડવા કોઈનો ખભો..
ના પ્રશંશા ના ટીકા,
ન કોઈ રોકનાર ના રાહ જોનાર?
 
મારી સાથેના સૌ તેના સંસારમાં ગળાડુબ,
મા, સાસુમાંથી દાદી બન્યા.
હરખના તેડા કર્યા.
હું.. મારી આઝાદીને એકલતા સાથે એકલી..
 
સૌને હું ખુબ સુખી લાગું
પણ હું સુખી છું?
મારો નિર્ણય કયા ખોટો પડયો?
ના કોઈ ત્યાગ નહીં ફરજ પુરી કરીતી,
 
સાથી તો મેં પણ ઈચ્છયો તો,
થોડો ચડીયાતો..
તો ખોટું શું હતું એમાં?
મારી આશાને આકાંક્ષાની કિંમત આ એકલતા?
 
મુખભર હાસ્ય ચડાવી મુખવટો પહેરી..
હવે આમ જ જીવી જવાનું.
હમસફર ના સહી..
કોઈ બે કદમનો સાથ મળે તો..?


Rate this content
Log in