Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
હોય તો?
હોય તો?
★★★★★

© Ninad Adhyaru

Others

1 Minutes   13.3K    6


Content Ranking

જે ધારો એ કરાતું હોય તો?
બધું ગજવે ભરાતું હોય તો?

ગમે એ યાદ હંમેશા રહે,
ન ગમતું વિસરાતું હોય તો?

ડરે છે માનવીથી માનવી,
પ્રભુથી પણ ડરાતું હોય તો?

ગમે ના જો કશું બાહર કદી,
ભીતરમાં હિજરાતું હોય તો?

આ ગૂમડું જેમ ખોતરીએ છીએ,
જીવન પણ ખોતરાતું હોય તો?

જરા શી ફૂંક હળવે મારીએ,
ને વાદળ વિખરાતું હોય તો?

સૂરજની જેમ પણ ઊગી શકો,
ફૂલો માફક ખરાતું હોય તો?

અહીંથી સ્વર્ગની સીડી ચડી,
ને વળતા ઊતરાતું હોય તો?

લઈને રંગ આ ફૂલો તણા,
પવનથી ચિતરાતું હોય તો?

જીવ્યાં પહેલાં જીવી શકીએ 'નિનાદ',
મર્યાં પહેલાં મરાતું હોય તો?

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..