STORYMIRROR

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

સડસડાટ જો

સડસડાટ જો

1 min
26.2K


આજેય દિલમાં એજ તારી ઝણઝણાટ જો,
બોલી શકું છું નામ તારું સડસડાટ જો!

તારા વગરની સાંજના દીવા બળે અહીં,
તારા વગરની સાંજનો તું ઝળહળાટ જો.

દુશ્મનની વાતો સાંભળીને શું કરીશ તું?
મિત્રો કરી રહ્યાં છે જે એ ગણગણાટ જો.

મારી ગઝલ પર સ્હેજ પણ સંદેહ હો તને,
તું લાશ જો ને લાશનો આ સળવળાટ જો.

જીવનનો સઘળો સાર એમાંથી મળી જશે,
બબડી રહેલા કોઈ ફકીરનો બડબડાટ જો.

'નિનાદ' આખી જિંદગી તુજને રડાવીને,
કેવો હસી રહ્યો સમય આ ખડખડાટ જો!


Rate this content
Log in