નવા વરસ
નવા વરસ
1 min
28.8K
નવી દિશા, નવો સૂરજ ઊગાડજે નવાં વરસ,
નવી તરસ, નવો જ રસ જગાડજે નવાં વરસ!
અશક્ય નામે શબ્દની તું બાદબાકીઓ કરી,
તું શક્યતાની બારીઓ ઊઘાડજે નવાં વરસ.
ધનિકની સાઇકલિન્ગથી ઇંધણ બચે છે એટલું,
ગરીબની રોટલીમાં ઘી લગાડજે નવાં વરસ!
તું મજબૂરી રૂપી એ ચર્મનો ખયાલ રાખજે,
સમયનો ઢોલ ધીરેથી વગાડજે નવાં વરસ.
બધાંના હિતમાં સદા બધાંનું હિત રાખજે,
બધાંને સારા દિવસો દેખાડજે નવાં વરસ.
જીવનનું ગીત ગાઈને 'નિનાદ' જો રડી પડે,
વચ્ચેથી સૂર તું જરા ઊપાડજે નવાં વરસ.
