શ્રી ગઝલ !
શ્રી ગઝલ !
1 min
27K
ગણપતિને અપર્ણ મોતીડાં, શ્રી ગઝલ!
કુમકુમ,ચોખા,શ્રીફળ, બીડાં,શ્રી ગઝલ!
સુષુમણા,પિંગલાને ઇંડા, શ્રી ગઝલ!
શબ્દો કામણ,શબ્દો ક્રીડા, શ્રી ગઝલ!
પંતગમાં શું,અંગત,અંગત બોલીયે?
વિચારોએ મૂક્યાં ઈંડા,શ્રી ગઝલ!
અત્તરદાનીમાંથી ગઝલો કાઢજે,
એકલપંડે તું વાલીડા,શ્રી ગઝલ!
આદમનાં નામે જો મીંડું મૂકીએ,
માણસની પાછળ સો મીંડા,શ્રી ગઝલ!
પિંજરને પાંખો ફૂટી છે જો જરા!
વગડાને કહી દે પંખીડા, શ્રી ગઝલ!
ગઝલોનું ગોરસ,છલકાવાનું નિનાદ,
શબ્દોનાં છે પિંડે,પિંડા,શ્રી ગઝલ
