ટાઢક
ટાઢક
1 min
6.9K
ભર ઊનાળો...
અસહ્ય ગરમી... સૂવાનું ટાણું...
મારા ઘરમાં એ.સી. નથી.
મારી પત્ની મારી દીકરીને કહે છે :
"બેટા, પંખો પાંચ ઉપર કરીને ચાદર ભીની કરીને ઓઢીને સૂઈ જવાનું...
એ.સી. જેવું જ લાગે...!
મારી દીકરીએ સહજ ભાવે પૂછ્યું :
"મમ્મી, જેની પાસે પંખો કે ચાદર નથી એ શું કરતાં હશે...?"
...ને મારા મનને સત્તર ઉપર રાખેલા એ.સી. જેવી ટાઢક વળી...