STORYMIRROR

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

એ પાલવની સુગંધ

એ પાલવની સુગંધ

1 min
26.1K


શાળાએ જતો ત્યારે
રોટલી બનાવતાં બનાવતાં
મને દફતર દેવા આવતી મારી મા
મને ઠપકો આપીને
મારા ચહેરા પર ઊઘડેલા પાવડરને
લૂવાનું કહેતી !
ને હું ઝટ દઈને લૂઈ નાખતો,
પણ...
મેં કદી પણ મારી માને
એની સાડીના પાલવમાં લાગેલાં
રોટલીના અટામણના લોટ વિષે
કહ્યું નથી...
કારણ કે
દુનિયાના કોઈપણ અત્તરમાં
એવી તાકાત નથી
કે એ મારી માના
એ પાલવની સુગંધની તોલે આવે...!


Rate this content
Log in