મળ્યું છે ઘર
મળ્યું છે ઘર
1 min
13.3K
મારી નજરને તારા નયનમાં મળ્યું છે ઘર,
કોઈ બેવતનને જાણે વતનમાં મળ્યું છે ઘર!
છે ભાગ્યવંત હોઠ ઉપરનું તમારું તલ,
કે જેને આ તમારા વદનમાં મળ્યું છે ઘર.
આકાશ આંબવાની તમે વાત ના કરો,
તમને તો પ્રથમથીજ ગગનમાં મળ્યું છે ઘર.
સહરાની બાદશાહીથી તેઓ અજાણ છે,
જેને સદા બહારો-ચમનમાં મળ્યું છે ઘર.
'નિનાદ' અહીં તો કોઈ સતાવી નહિ શકે,
ઘરથીય પણ મજાનું કફનમાં મળ્યું છે ઘર!