માની છબી
માની છબી
છબી હૃદય ભીતર હસતી તમારી હર ક્ષણોનેય ખીલખીલાવી રહી,
વિરલ તમારા આત્માથી આ પરિસ્થિતિય મહેકી રહી,
જાણ્યું છે જોયું છે ને કેટલાય મુખે સાંભળ્યું છે,
કેવા માનવ સિતારા છો આપ વિપરીત પળોમાંય જિંદગી ખીલતી રહી,
સૂણી છે શ્રવણવીરોની વાર્તાઓ આપને મુખે,
લાગે છે એ સઘળી વાતોય આજ સાક્ષાત બની રહી,
મારી નજરે તો કોઈ પયગમ્બરથી પણ કાંઈ કમ નથી આપ,
માટે જ આજેય મારામાં મમતા અકબંધ અવિરતપણે વહી રહી,
શું આપની પ્રફુલ્લિત મૂર્તિને શું આપની માયા,
આળસ મરડી મોટા થયા તોએ આપને કાજ તો બાળ નાના,
દિલની એક આજ ઝંખના શેષ બચી હવે ઈશ્વર પાસ,
ઊર્મિ ભર્યા આ સમંદરની દોરી તારા હાથમાં જ આજ બચી રહી,
માનવતાના મૂલ્યો ભર્યા છે પૂરી આવરદા સુધી ભાવેશ,
અવશ્ય ઈશુ જોવે છે તેની લીલામાં હવે માંદગીય હારી પાછી ફરી રહી.
