Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

વિશ્વાસ

વિશ્વાસ

1 min
6.4K


આજ કરું વિશ્વાસ ને?
એવું કે ભરું તને શ્વાસને.
 
બને એમ પણ બને
હું જ તરછોડી દઉં મને..
 
દરિયાની રેતીમાં પગલા માડું ને..
મોજાની મસ્તીને ભીતરમાં ઝાલું ને...
 
બને... એમ પણ બને,
હું જ તરછોડી દઉં મને.
 
વાદળી બની વરસ્યા કરું ને.
લાગણી આ ભીની તરસ્યા કરું ને.
 
બને... એમ પણ બને
હું જ તરછોડી દઉં મને.
 
બંદગી માટે હાથ ફેલાવ્યા કરું ને..
ગગને દ્રષ્ટિ નાખ્યાં કરું ને.
 
બને... એમ પણ બને.
હું જ તરછોડી દઉં મને.
 
આંગણે ઉભી રાહ જોયાં કરું ને.
કાગ ને માથેથી ઉડાડયા કરું ને..
 
બને... એમ પણ બને.
હું જ તરછોડી દઉં મને


Rate this content
Log in