Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ninad Adhyaru

Others

3  

Ninad Adhyaru

Others

નામ 'નિનાદ અધ્યારુ' રાખ્યું.

નામ 'નિનાદ અધ્યારુ' રાખ્યું.

1 min
7.0K


સાવ ઊઘાડું બારું રાખ્યું,
મેં ક્યાં તારું-મારું રાખ્યું!

મેં હંમેશા ભૂલ સ્વીકારી,
તેં હંમેશા તારું રાખ્યું.

મેં સુખ વીણીને દઇ દીધું,
તેં દુઃખ પણ મજિયારું રાખ્યું.

દીવા જેવી વાત કરી તો,
તેં સામે અંધારું રાખ્યું.

આવી-થોડું બેઠી-ચાલી,
સપનું પણ વ્યવહારુ રાખ્યું!

દરિયો ખારો રાખ્યો, ઈશ્વર!
તેં આંસુ કાં ખારું રાખ્યું ?

આમ જુઓ તો સોહં-સોહં,
નામ 'નિનાદ અધ્યારુ' રાખ્યું.


Rate this content
Log in