Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Heena Modi

Others

3  

Heena Modi

Others

પ્રિય મમ્મી

પ્રિય મમ્મી

1 min
14.4K


પ્રિય મમ્મી
તું મજામાં હશે!
તારી અધિક કુશળતા માટે
તારી બાજુમાં જ બેઠેલા પ્રભુજીને મારી પ્રાર્થનાઅહી દરેક નો વિકલ્પ મળી ગયો છે
તારા સિવાય..
પણ, તારે ચિંતા કરવા જેવું અહી કશું જ નથી.
મમ્મી!
તને યાદ છે?
હું સ્કુલની રીશેસમાં નાના નાના પગરવે
તારની વાળ કુદી તારા ઓફિસે તને મળવા આવતી હતી!
પરંતુ..
હવે,
તારી યાદ આવતા મોટા મોટા પગ
ક્ષણિક થંભી જાય છે
ફક્ત ક્ષણિક જ
પછી તો...
હું પણ ખૂબ દોડું ખૂબ દોડું ..સમય સાથે
હાંફી જાઉં, પણ થાકું નહિ,સતત ..સતત..દોડુંકારણ
તને ખબર છે?
મમ્મી!
અહી એકવીસમી સદી ચાલે છે
દુનિયાદારીમાં પણ ઘણો બદલાવ આવી ગયો છે
મારામાં પણ!
પણ મમ્મી!
અહી નથી બદલાઈ તો
છબીમાંની તારી સાડી
અને,
નથી મળી તો
તારી દીકરીને મમ્મી..”


Rate this content
Log in