સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!
1 min
6.9K
બોલોને, ખાતામાં કેટલી જગ્યા છે?
મારે નાખવી છે નોટું હજારની,
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!
પાનવાળો ઠીક છે કે બાકીયે રાખે
પણ બીજે તો દેવાને રોકડા!
જૂના તો જેમ-તેમ ચીતરી નાખ્યા'તા,
કેમ ચીતરશું બાકીના ચોપડા?
દુકાન કરતાંય જાજી ચિંતાઓ થાય
મને મારી એ વ્હાલી વખારની!
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!
સોનામાં બાપાના ભાવો બોલાય
અને ચાંદીમાં પહેલેથી ચાંદી!
એકજ માણહના એક અવળા ઈશારે
જુઓ આખી બજાર અહીં રાંડી!
'આજે ઉધાર અને કાલે છે રોકડા'ની
સિસ્ટમ થઈ ગઈ છે અત્તારની!
સાવ પત્તર ઠોકાઈ ગઈ બજારની!