Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
આવશે
આવશે
★★★★★

© Ninad Adhyaru

Others

1 Minutes   13.7K    1


Content Ranking

પાંદડે-પાંદડે પાનખર આવશે,
શુષ્કતા દોસ્ત, આંઠે પ્રહર આવશે.

"કેમ છો?" એટલું મેં લખી મોકલ્યું,
શું ખબર, એમના શું ખબર આવશે!

લાલી આવી જશે એના ચહેરા ઉપર,
એની મહેંદીનો જયારે કલર આવશે.

દોડતાં.. દોડતાં.. દોડતાં.. એક'દિ,
કંઈ ખબર નહિ પડે ને કબર આવશે.

આત્મવિશ્વાસથી ચાલીને જોઈજો,
જ્યાં જશે તું ભલા ત્યાં ડગર આવશે !

દિવસે એમને ના જોયાની સજા :
સ્વપ્ન એના હવે રાતભર આવશે.

એમણે પત્રમાં મોકલ્યું રણ 'નિનાદ',
આજ તો આંખમાં માનસર આવ.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..